Tuesday 3 April 2018

Pledge of India


Bharat - India - ભારત .

નાનપણ માં જયારે હું સ્કુલ માં દેશ ની પ્રતિજ્ઞા બોલતો ત્યારે એક ગૌરવ અનુભવતો મને થતું કે હું એક નાગરિક તરીકે મારી ફરજ બાજાવી રહ્યો છું . થોડીક સમજણ પાડવા લાગી એટલે ખ્યાલ આયો કે આ દેશ ને ખાલી પ્રતિજ્ઞા બોલવા થી ફાયદો ની થાય એની માટે કઈ કામ કરવું પડશે .

અમુક અગત્ય ની બાબત આપણી પ્રતિજ્ઞા ના  Pydimarri Venkata Subba Rao  સર્જક છે.

હવે ખરખર વાત હતી કે શું કરવું ? ૧૫ વર્ષ ની ઉમર માં ૫ મિત્રો સાથે નક્કી કર્યું કે ચાલો કોઈક એક શાળા માં ભણવા જઈએ .હવે એ ઉમર માં તો ખાલી બેસિક ABCD અને ગણિત શિવાય બીજું કઈ ના હોય . પછી વિચાર કર્યો કે ચાલો દેશ ની પ્રતિજ્ઞા કેમ ના ભણાવાય .

હવે એની માટે થયીને અમે પેહલા પ્રતિજ્ઞા સમજવા નો પ્રયત્નો ચાલુ કર્યા .અને જે કઈ પણ સમજ્યા અને ચર્ચા થયી તી  એ નીચે લખેલું છે .


ભારત મારો દેશ છે।

દેશ એ એક માનસ છે. તેનું ચરિત્ર ત્યાં ને રેહવાસીયો પર થી સમજી શકાય. એમાં પણ ભારત જેવો દેશ જે એક બહુરત્ના વસુંધરા છે અને શાંતિ નું પ્રતિક છે . જ્યાં એક સમયે પ્રધાનમંત્રી સીખ અને પ્રેસિડેન્ટ મુસ્લિમ હતો . ભારત મારો દેશ છે જેને આઝાદ કરવા હર એક વર્ગ ના લોકો સાથે મળી ને ક્રાંતિ કરેલી . ભારત આપડો દેશ છે એમ લખેલું હોવું જોઈએ .હા પણ એ એક વાત છે કે જો હું મારી જાત ભારત માટે ખર્ચું તો જ હું એમ કહી શકું કે ભારત મારો દેશ છે. પેહલા દેશ માટે કંઇંક કરો પછી દેશ ને પોતાનો કહો.

બધા ભારતીયો મારા ભાઈ બહેનો છે।


ભારત માં ૧.૨ અબજ લોકો જેમાં 
74.33% Hinduism , 14.2% Islam , 5.84Christianity , 1.86% Sikhism0.82% Buddhism , 0.47% other  નો સમાવેશ થયે છે . છે કોઈ દેશ જે વસુધૈવ કુટુમ્બકમ નો સુત્ર પોકારી રહ્યું હોય . હું ભારત માં અલગ અલગ દેશો થી અને પ્રજાતિ ને લોગો રહી રહ્યા છે તે સૌ કોઈ મારા ભાઈ બેહેન છે.  

હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે।

હું મારા દેશ ને ચાહું તો છું પણ ખાલી દેશ ને ચાહવા થી વાર્તા પૂરી નથી થતી દેશ ને ચાહનારો વર્ગ જો ખાલી દેશ માટે કામ કરવા અઠવાડિયા માં ૨ કલાક આપે તો પણ મહિના ના ૮ કલાક રાષ્ટ્ર નું નિર્માણ કરવા માં આપી શકે .આજ નો દેશ યુવાનો નો દેશ છે , ગૌરવ લેવાની આ ઉંમર નથી આ ઉમર કામ કરવા માટે છે . 

હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ।

દેશ ને લાયક બનાવા પેહલા આપડે જ લાયક બનવું પડશે . ભારત લાયક ભારતીયો થી બને છે . એની માટે ભારતીય થવું પડે.હું મારા આ બ્લોગ થી મારા તમામ મિત્રો ને તમામ ને અરજ છે કે આ pledge લેતા પેહલા આપડે ભારતીય બનીએ . ભારત ને લાયક બનાવા ભારતીય બનવું પડે .

હું મારા માતાપિતા શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ।

મારા દેશ ના પાયા માં અને ઈતિહાસ માં સૌ થી મોટો ફાળો ત્રણ વ્યક્તિ યો નો જીજાબાઇ જેવી માતા નો , કૌટિલ્ય જેવા શિક્ષકો , અને ભારત એક એવી ભૂમિ છે જ્યાં શ્રાવણ જેવા પુત્ર જે અંધ માતા પિતા ને ચાર ધામ ની જાત્રા કરી તી. અને સભ્યતા એ મારા દેશ નો ગુણ છે.સૌથી મોટું સૈન્ય હોવા છતાં મારો  દેશ નો પ્રધાન મંત્રી સૌ ને બે હાથ જોડી ને નમસ્તે કેહ છે. 


હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું।
તેમના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે।








1 comment:

Creating "Brand India" है प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ                                                  भा...